પોતાને કલ્કિ ભગવાન તરીકે ગણાવતા રાજકોટના વિવાદીત પૂર્વ સરકારી અધિકારી રમેશચન્દ્ર ફેફરે આપઘાત કરી લીધો છે. છેલ્લા ઘણા સમયથી રમેશચન્દ્ર ફેફર પોતાના ઘરમાં એકલા જ રહેતા હતા અને કોઇને મળતા પણ ન હતા. એકલતાના કારણે રમેશ ફેફરે આપઘાત કર્યો હોવાનું મનાઇ રહ્યું છે પણ તેમની સામે અનેક વિવાદો પણ થયેલા છે.


પોતાને કલ્કિ અવતાર જાહેર કરતા ખળભળાટ મચી ગયો હતો.

રાજકોટના રમેશ ફેફરે પોતાને કલ્કિ અવતાર જાહેર કરતા ખળભળાટ મચી ગયો હતો. રમેશ ફેફરે ત્યારબાદ એવા ઘણા વિવાદીત નિવેદનો પણ આપ્યા હતા જેનો સમજામાં ઉગ્ર વિરોધ થયો હતો. રમેશ ફેફર મુળ તો એક સરકારી અધિકારી હતી અને તેણે સરકારને પણ એક તબક્કે એવી ચીમકી આપી દીધી હતી કે જો તેમને પગાર સહિતની ચૂકવણી નહી કરાય તો તે દુષ્કાળ લાવી દેશે.

તેઓ રાજ્યમાં દુકાળ લાવી દેશે

રમેશ ફેફર જળસંપત્તિ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના તથા કલ્પસર વિભાગના પૂર્વ અધિક્ષક હતો. તેણે સરકાર પાસે માગ કરી હતી કે તેનાે 16 લાગ જેટલો પગાર લેવાનો બાકી છે નહિંતર તેઓ રાજ્યમાં દુકાળ લાવી દેશે. તેમણે દાવો કરેલો હતો કે તેમણે સરદાર સરોવર નર્મના નિગમમાં તેમની પ્રતિનિયુક્તી બાદ તેમણે એક વર્ષ સુધી ઘેર રહીને વર્ક ફ્રોમ હોમ કરેલું છે.

હું જ કલ્કિ અવતાર જ છું અને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું.

તેમણે સરકારને લખેલા પત્રમાં દાવો કરેલો કે હું કલ્કિ અવતાર છું અને મારી તપસ્યાના હિસાબે જ છેલ્લા 20 વર્ષથી સતત સારો વરસાદ થયેલો છે. એક પણ વર્ષ દુષ્કાળ પડ્યો નથી. 20 વર્ષના વરસાદથી ભારતમાં 20 લાખ કરોડનો ફાયદો થયો છે છતાં મને રાક્ષસો સરકારમાં બેસીને અન્યાય કરે છે. આથી હુ આ વર્ષે સમગ્ર વિશ્વમાં પાણીનો, વરસાદનો અને બરફવર્ષાનો દુકાળ પાડવાનો છું. હું જ કલ્કી અવતાર જ છું અને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું. મારી સત્તા પૃથ્વીલોક પર ચાલે છે.

રમેશ ફેફરે ચન્દ્રયાન -3 મિશન અંગે પણ વિવાદીત નિવેદનો કરેલા

ઉલ્લેખનિય છે કે રમેશ ફેફરે પોતાને કલ્કી અવતાર ગણાવતા ભુતકાળમાં વિવાદ થયો હતો અને તે પોતે એક સરકારી અધિકારી હોવાથી સરકારે તેનો ખુલાસો પણ પુછેલો હતો. રમેશ ફેફરે ચન્દ્રયાન -3 મિશન અંગે પણ વિવાદીત નિવેદનો કરેલા હતા. તેમણે ચન્દ્રયાનને તૂત ગણાવ્યું હતું તો બ્રહ્મ સમાજ વિરુદ્ધ પણ તેમણે ટિપ્પણી કરી હતી જેથી બ્રહ્મ સમાજમાં પણ ભારે રોષ ફેલાયો હતો. તેણે બાબા બાગેશ્વરની સામે પણ વિવાદીત નિવેદનો કરેલા હતા.

વિજ્ઞાન જાથાએ પણ રમેશ ફેફરને ઘણી વાર ખુલ્લો પાડ્યો હતો

વિજ્ઞાન જાથાએ પણ રમેશ ફેફરને ઘણી વાર ખુલ્લો પાડ્યો હતો અને તેને માનસિક રોગી ગણાવેલો હતો. રમેશ ફેફરની વિવાદાસ્પદ વર્તુણુંકના કારણે તેના પરિવારજનો પણ ત્રાસી ગયા હતા અને તેની પત્નીએ પણ તેની વિરુદ્ધ પોલીસમાં અરજી કરેલી હતી તો તેના કરતૂતોથી કંટાળેલો પરિવાર તેનાથી અલગ રહેવા જતો રહ્યો હતો. પોતે ઘરમાં એકલો જ રહેતો હતો અને તેણે પોતાના ઘરની બહાર પોતે કલ્કી અવતાર હોવાનું બોર્ડ પણ લગાવેલું હતું

  • Follow us on: