ભરુચમાં મનરેગા કૌભાંડ સામે આવતા કોંગ્રેસ નેતા સંકજામાં આવ્યા. શહેરમાં ચકચારી મનરેગા કૌભાંડનો પર્દાફાશ થતા હવે મનપાના કર્મચારીઓ સામે તવાઈ આવી છે. મનરેગા કૌભાંડને પગલે કાર્યવાહી કરતા 21 કર્મચારીઓને સેવામાંથી દૂર કરવામાં આવ્યા. કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની પણ ધરપકડ કરાતા ચકચાર મચી જવા પામી છે.


મનરેગા કૌંભાડ મામલે  21 કર્મચારીઓ સામે તવાઈ

રાજ્યમાં કૌભાંડનો સિલસિલો યથાવત જોવા મળ્યો. મનરેગા કૌભાંડના પર્દાફાશ બાદ કાર્યવાહી કરતા કરાર આધારિત કર્મચારીઓને સેવામાંથી દૂર કરાયા છે. મનરેગા કૌભાંડ મામલે APO,ટેકનિકલ આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટ સહિત 21 કર્મી સેવામાંથી દૂર કરાયા છે. ફરજમાં બેદરકારી અને જવાબદારી બરાબર ન નિભાવી હોવાના આક્ષેપ સાથે કરાર આધારિત કર્મચારીઓને દુર કરાયા જેમાં આમોદના 5,હાંસોટના 1અને જંબુસરના 6 કર્મચારીઓનો સમાવેશ થાય છે.  આ કર્મચારીઓ પર આક્ષેપને લઈને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા માણસો પૂરી પાડતી બનાસકાંઠાની બનાસ વિકાસ જાગૃતિ મંડળને એક લેટર મોકલવામાં આવ્યો છે. મનરેગા કૌંભાડમાં આગળની તપાસમાં જો તેઓ દોષિત સાબિત થતા વધુ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

મનરેગા કૌંભાડનો થયો પર્દાફાશ

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચમાં મનરેગા કાંડે વિવાદનો મધપૂડો છંછેડયો છે. ભરૂચમાં કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. મનરેગામાં કોંગ્રેસ નેતાની સંડોવણી હોવાનું સામે આવતા કાયદાકીય કાર્યવાહી કરતા કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવા બાદ તેમના પુત્ર દિગ્વિજયની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. આ કૌભાંડના તાર ક્યાં સુધી વિસ્તરેલા છે તે જાણવા હિરા જોટવા સહિત તેમના પુત્ર દિગ્વિજયની પણ અટકાયત કરવામાં આવી છે. 

  • Follow us on: