ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે ત્યારે ચોરોના મનમાં પોલીસનો ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના ઔધોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યાની ઘટના બની છે. જે ઘટના CCTV ના કેમેરામાં કેદ થઈ છે. પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ અને મારૂતિ કોમ્પ્લેક્સની 15 દુકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી.


તસ્કરો કોમ્પ્લેક્ષમાં લગાવાયેલ CCTV કેમેરામાં કેદ

અંકલેશ્વરના ઔધોગિક વસાહત રહેણાંક વિસ્તારમાં આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ અને મારૂતિ કોમ્પ્લેક્સની 15 દુકાનોમાં ચોરી કરવા ઘૂસ્યા હતાં આ તસ્કરો દુકાનમાં ઘસી રહ્યાનો વિડિયો કોમ્પ્લેક્ષમા લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જેને લઈને સમગ્ર પંથકના વેપારીઓએ જીઆઇડીસી પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા કરી માંગ કરી છે. વધુમાં આ ચોરીમાં કોઈ પણ સામાન ચોરાયો છે તેણી જાણકારી હજુ સુધી મળી નથી.

પોલીસે પેટ્રોલિંગ સઘન કરવાની જરૂર

આ અગાઉ પણ વડોદરાના માંજલપુરમાં તસ્કરોએ કબીર સોસાયટીમાં કુખ્યાત ચડ્ડી બંડી ગેંગ ચોરી કરવા ત્રાટકી હતી છે. જે ઘટના પણ CCTV થઈ હતી, જેમાં 3 ચોરો બાઈક પર આવે છે અને ઘરમાં તપાસ કરે છે. જો કાઇ ઘર ખાલી જણાય તેવા ઘરને આ ગેંગ નિશાન બનાવે છે. ત્યાં પણ લોકો દ્વારા માગ કરવામાં આવી હતી કે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે.


  • Follow us on: