ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેનાથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પાણી ભરાયા

વરસાદના કારણે ખાસ કરીને વાલિયા રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના લીધે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટી સહિત અન્ય સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે ચોમાસામાં અંકેલશ્વરના આવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.

ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

સોસાયટીઓના રહીશોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી તેમની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. એટલું જ નહીં સોસાયટીઓના પાર્કિંગમાં ઉભા રહેલા અનેક વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા જેના કારણે વાહનચાલકોને પણ મોટું નુકસાન થયું છે.


  • Follow us on: