દહેજ ગામની વાડિયા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. ટૂવ્હીલર પર જઈ રહેલા યુવકને ટેન્કર ચાલકે એડફેટે લીધો હતો. આ ઘટનામાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
દહેજ ગામની વાડિયા નજીક અકસ્માત
વાગરા તાલુકાના દહેજ ગામની વાડિયા નજીક પાણીની ટાંકી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભારત પેટ્રોલિયમનો મોટો ટેન્કર (નં. GJ 16 AY 2313) અચાનક બેદરકારીપૂર્વક દોડી આવતા એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારતાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળેજ દુઃખદ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાથી દહેજ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.













