ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ધોળા જંકશનની મુખ્ય બજારમાં આવેલી એક ફ્રુટની દુકાન અને લાતીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પરંતુ ફાયર બ્રિગેડ મોડી પહોંચતા આગ વધુ ફેલાઈ હતી.
ધોળા ગામે ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આજે ધોળા જંકશનની મુખ્ય બજારમાં આવેલી એક દુકાન અને ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગના ગોટેગોટા અને ધુમાડાના વાદળો જોઈને સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આસપાસની અન્ય દુકાનોને પણ ઝપેટમાં લેવાનું શરૂ કર્યું હતું. આગની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે શરૂઆતમાં ફાયર બ્રિગેડની ગાડી સમયસર ન પહોંચતા આગે વધુ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.













