ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણામાં લાખો ખર્ચ કર્યા બાદ પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. પાલીતાણામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરતા નિર્મળ ગુજરાત અને GVP યોજના શરૂ કરવામાં આવી. આ યોજનાને અમલમાં મૂકવા પાલીતાણા સ્વચ્છ કરવા તંત્રે લાખો રૂપિયાનો ધુમાડો કર્યો. છતાં પાલીતાણામાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા.


કોંગ્રેસ પ્રમુખના નિવેદનથી ચકચાર

પાલીતાણામાં કચરાના ઢગલાને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખના નિવેદનથી ચકચાર મચી જવા પામી. કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ નિર્મળ ગુજરાત અને GVP યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો. ઓમદેવસિંહે કહ્યું કે શહેરના જાહેર માર્ગો ભારે ગંદકીનું સામ્રાજ્ય છે. બાંકડા-કચરાપેટી માટે 11 લાખનો ધુમાડો કર્યો. છતાં આ સુવિધાઓ અયોગ્ય હોવાનું અને બિનઉપયોગી જગ્યાઓ પર મુકાઇ છે. કચરાના ઢગલા પાસે બાકડા મુકી ગ્રાન્ટનો દુરુપયોગ કરાયો હોવાનો કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો.

સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ફેઝ ટુ અને GVP યોજના હેઠળ તંત્ર દ્વારા લાખોના ખર્ચ કરવામાં આવે છે. પરંતુ આ યોજના હેઠળ અપાતી સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થતો નથી. લોકો માટે ઉપયોગી બાંકડાઓ બિનઉપયોગી જગ્યાઓ પર મૂકવામાં આવ્યા છે. નિર્મળ ગુજરાત ફેઝ ટુ અંતર્ગત રોડ બ્યુટિફિકેશન માટે અંદાજિત ₹66.95 લાખ અને GVP યોજના હેઠળ બેસવા માટેના બાકડા અને કચરાપેટી માટે અનાજીત ₹11 લાખ જેટલો ખર્ચ સરકારે છે. છતાં આ યોજનાના યોગ્ય અમલીકરણના અભાવે સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો થયો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ નગરપાલિકાના વિકાસના દાવાઓ સામે સવાલો ઉભા કર્યા છે. જોકે સમગ્ર મામલે સત્તાધીશ પક્ષ કઈ બોલવા તૈયાર નથી. 

  • Follow us on: