ભાવનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના બની હોવાની વાત સામે આવી છે,જેમાં 9 વિદ્યાર્થીઓએ અપહરણ કરી મારમાર્યાનો આક્ષેપ અન્ય જુનિયર ડોકટરોએ કર્યો છે,તો ઘટનાની જાણ થતાની સાથે જ નિલમબાગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિધાર્થીઓના નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.
9 વિદ્યાર્થીઓએ 3 વિદ્યાર્થીઓનું રેગિંગ કરતા રોષ
ભાવનગરની મેડિકલ કોલેજમાં સિનિયર ડોક્ટરો જુનિયર ડોકટરોનું અપહરણ કરી માર માર્યાના આક્ષેપ લાગ્યા છે,તો 6 તારીખે કારમાં અપહરણ કરીને મારમાર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે,તો મહત્વની વાત તો એ છે કે અન્ય વિધાર્થીઓએ એવું પણ કહ્યું છે કે,તેમની પકડી બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે,તો ઈજાગ્રસ્ત વિધાર્થીઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા છે.
મારમારી જાનથી મારવાની ધમકી આપ્યાના આરોપ
સમગ્ર ઘટનાને લઈ અન્ય વિધાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી છે,જેમા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે અને રેગિંગને લઈ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં રોષ ભરાયો છે અને ડીનને લેખિત પત્ર લખી ન્યાયની કરવામાં આવે તેવી માગ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી છે,નિલમબાગ પોલીસે કોલેજમાં જઈ તપાસ હાથધરી છે.ત્યારે જોવાનું રહ્યું કે આ સમગ્ર ઘટનામાં સત્ય શું સામે આવે છે,અન્ય વિધાર્થીઓનું કહેવું છે કે વારંવાર સિનિયર ડોકટરો દ્વારા તેમની સાથે પજવણી કરવામાં આવી રહી છે.
અન્ય વિધાર્થીઓને માર મારવામાં આવ્યો
ભાવનગરની મેડિકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે ઈન્ટર્ન ડોક્ટર્સને ગત રાત્રિના મેડિકલ કોલેજ નજીકના સર્કલ પાસેથી બે કારમાં બેસાડીને હિલડ્રાઈવ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સાથેના ૪ ઈન્ટર્ન સહ અધ્યાયી તથા બે સિનિયર તબીબ અને બહારના અન્ય બે શખ્સો દ્વારા તેમની પાસે જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને જો ના બોલે તો માર મારતા હતા જયારે, ભોગગ્રસ્ત ઈન્ટર્નને સવાલો પુછવામાં આવતા હતા. અને જો તે ખોટા જવાબ આપે તો પણ માર મારતા હતા.