ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો છે. આ વરસાદી તાંડવમાં સ્થાનિકોનું મોટું નુકસાન થયુ છે. ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ખેતી પાકને મોટું નુકસાન થયુ છે. વરસાદના કારણે નદી, જળાશયો છલકાયા છે. ડેમમાં નવા નીર આવ્યા છે. તો નદીમાં પાણી વધતા તે બંને કાંઠે વહેતી થઇ છે. આ નદીના પાણીમાં એક યુવક ડૂબ્યો છે. જેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.


ભાવનગરના નવા માઢિયા ગામે એકનું મોત

ભાવનગરના નવા માઢિયા ગામમાં આવેલા પાણીના પ્રવાહમાં એક યુવકનું ડૂબી જતાં મોત થયુ છે. ઉપરવાસમાંથી ઘેલો નદી અને કાળુભાર ડેમનું પાણી અચાનક જ આવતા પાણીની સપાટી વધી હતી. અને તેમાં આ યુવક ડૂબ્યો હતો. નવા માઢીયા ગામમાં કેડ સમા પાણી ભરાયા છે. આ પાણીમાં પરિવાર દ્વારા યુવકની શોધખોળ શરુ કરવામાં આવી હતી. બાદમાં તેનો મૃતદેહ મળ્યો હતો. અને પોલીસે તેને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

ભાવનગર પંથક જળબંબાકાર

ભાવનગરમાં રસ્તા પર કમર સુધીના પાણી ભરાયા છે. બજારો અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા હોડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોનું જન-જીવન અસ્તવ્યસ્ત થયુ છે. ખેતરો જળાશય બન્યા છે. આ વિકટ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. અમુક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. જેથી તંત્રની મદદ તેમના સુધી પહોંચવા માટે મુશ્કેલી સર્જાઇ રહી છે. 

  • Follow us on: