તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવિકો આસ્થાભેર ભાદરવી અમાસમાં પવિત્ર સ્નાન માટે આવ્યા હતા. ત્યારે ભાદરવી અમાસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા આગેવાન દિવ્યેશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંત્રીએ ભક્તોને પ્રસાદી વિતરણ કરી હતી













