શિહોર ખાતે આવેલ શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં. 205 બી પર ઓવરબ્રીજના કામે શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા-જતા વાહનોનો રસ્તો બંધ કરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન રૂટ શરૂ કરાયો છે. જેથી રેલવે ઓવરબ્રિજના કામને કારણે બીજી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર 2025 સુધી શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાના રહેશે.ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
આ રૂટ પર નાના વાહનો અવરજવર કરી શકશે













