અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાથી રોષ ફેલાયો છે.આ ઘટના હજી લોકમાનસ પર તાજી છે ત્યાં ભાવનગરમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી બતાવી હોવાનો મામલો સામે આવ્યો હતો. ભાવનગરમાં શાળામાં કડક કાર્યવાહીના આદેશ આપી દેવાયા છે. ખાનગી શાળામાં છરી સાથે વિદ્યાર્થી પકડાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. શિક્ષણ અધિકારીએ શાળાઓમાં કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.


ધોરણ 9ના વિદ્યાર્થીએ રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીને છરી બતાવી હતી

ભાવનગરમાં ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીને છરી બતાવી હતી.આ ઘટના બાદ વિદ્યાર્થીના પિતા ઘોઘારોડ પોલીસ મથકે પહોંચ્યા હતાં.ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલે છરી બતાવનાર વિદ્યાર્થીના વાલીને બોલાવ્યા હતા.પોલીસ મથકમાં વિદ્યાર્થીની પુછપરછ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને પગલે શાળાના આચાર્ય અને શિક્ષકો પણ ઘોઘારોડ પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતાં.છરી બતાવનાર વિદ્યાર્થીને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પુછપરછ હાથ ધરાઈ હતી.

તમામ શાળાઓમાં કડક કાર્યવાહીના આદેશ

આ ઘટના બાદ શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓમાં કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે. ભાવનગરની કોઈપણ શાળામાંથી વિદ્યાર્થી હથિયાર સાથે પકડાશે તો વાલી સામે કેસ નોંધાશે. શિક્ષણ અધિકારીએ શાળાઓને વિદ્યાર્થીઓની બેગની નિયમિત ચકાસણી કરવા આદેશ આપ્યો છે. સ્કૂલમાં ગેરશિસ્ત કરનાર વિદ્યાર્થીઓ સામે કાળજી લેવા આદેશ કરાયો છે. વાલીઓનું કહેવું છે કે, હવે બાળકો શાળામાં પણ અસુરક્ષિત છે. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે.


  • Follow us on: