ભાવનગર શહેરમાં વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. શહેરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે મનપાના કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. પાણી ભરાયેલા સ્થળો ઉપર ડ્રેનેજના મેઈન હોલ ખોલવામાં આવ્યા છે. જેના કારણે પાણીનો નિકાલ કરવામાં સરળતા રહે. વરસતા વરસાદમાં ડ્રેનેજના મેઈન હોલ ખોલી ભરાયેલા પાણીના નિકાલ કરવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોને રાહત થઇ છે.
ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી













