ભાવનગરમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયુ છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે. સત્તાવાર ચોમાસાની શરુઆત થતા નદીઓ અને નાળાંઓ છલકાયા છે. નવા નીરનું આગમન થતા ખેડૂતો ખુશ છે. પાણીની આવક વધતા ડેમની જળ સપાટી વધી રહી છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે.
પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી













