રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ શહેરોમાં પાણી ભરાતા રોડ-રસ્તાઓ ધોવાયા છે. જેના કારણે વાહન વ્યવહારોને અસર થતી જોવા મળી રહી છે. મેઘરાજાના આગમનથી રસ્તાઓ પર નદી જેવું વહેણ જોવા મળી રહ્યુ છે. કમર સુધીના પાણી ભરાતા એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે હોડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાવનગરના પાલીતાણામાં કોઝવે ધોવાયો છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા છે.


ભાવનગરમાં ધોધમાર વરસાદ

ભાવનગર પંથક પાણી-પાણી થયુ છે. મોતીશ્રીથી નોઘણવદરને જોડતો કોઝ-વે ધોવાયો છે. આ કોઝવે ધોવાતા ગ્રામજનો સાથે સંપર્ક તૂટ્યો છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન થયુ છે. ખેતરો જાણે જળાશયો બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખેતી પાકને નુકસાન થતા ખેડૂતો દુઃખી થતા દેખાઇ રહ્યા છે. ભારે વરસાદના કારણે ભાવનગરની આસપાસાના ગામડાઓમાં તારાજી સર્જાઇ છે.

ખેડૂતોને મોટું નુકસાન

પાલીતાણાના માતોશ્રીથી નોઘણવદર ગામને જોડતો કોઝવે ધોવાયો છે. આ કોઝવે ધોવાતા ગ્રામજનો સંપર્ક વિહોણા થયા છે. અનરાધાર વરસાદ વરસતા રોડ-રસ્તાઓને મોટું નુકસાન થયુ છે. વાહન ચાલકો પરેશાન થયા છે. સંપર્ક તૂટી જતા તંત્રની મદદ ગ્રામવાસીઓ સુધી પહોંચી શકતી નથી. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. તારાજીના દ્રશ્યોને જોતા ગ્રામ્ય વિસ્તારોમાં મોટું નુકસાન થયાનો અંદાજો લગાવી શકાય છે. 

  • Follow us on: