ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને પ્રખ્યાત દોડવીર બાલકૃષ્ણ પરમારે દેશ અને દુનિયામાં નામ રોશન કરવાના ઉદ્દેશ્ય સાથે ગિનિસ રેકોર્ડ બનાવવાની નેમ લીધી હતી. જેના માટે તેણે આજે ભાવનગરથી 602 કિલોમીટરની નોન-સ્ટોપ દોડનો પ્રારંભ કર્યો હતો. આ દોડ માત્ર 72 કલાકમાં એક પણ વિરામ લીધા વિના પૂર્ણ કરવાનો તેનો લક્ષ્યાંક હતો.
દોડની શરૂઆત નીલમબાગ પેલેસ ખાતેથી કરવામાં આવી













