ભાવનગર કાલા તળાવ ગામે વૃદ્ધ પર હુમલાની ઘટના બાદ રબારી સમાજ મેદાને આવ્યો છે. રબારી સમાજના યુવાનોને ટાર્ગેટ કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે. ખોટા લૂંટના કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. પોલીસ પર દબાણ કરી લૂંટની કલમ ઉમેરાઇ હોવાનો દાવો કર્યો છે. પાટીદાર સમાજના દબાવથી ખોટા કેસ કર્યાનો આક્ષેપ કર્યો છે. લૂંટની કલમ રદ્દ કરવાની રબારી સમાજની માગણી છે.


ભાવનગર વૃદ્ધ પર હુમલાની ઘટના મામલે રબારી સમાજ લડી લેવાના મૂડમાં

ભાવનગર કાલા તળાવ ગામે બનેલ વૃદ્ધ પર હુમલાની ઘટના મામલે હવે રબારી સમાજ પણ લડી લેવાના મૂડમાં છે. રબારી સમાજના યુવાનને ખોટા લૂંટના કેસમાં ફસવામાં આવ્યો હોવાની વાત વહેતી થઈ છે. પાટીદાર સમાજ વચ્ચે વેર ઉભી થાય તેવા નિવેદનો આપી પોલીસ પર દબાણ કરી લૂંટની કલમ ઉમેરવામાં આવી છે. પાટીદાર સમાજના દબાવમાં આવી પોલીસે રબારી સમાજના યુવાન પર લૂંટની કલમનો ઉમરો કરી ખોટો કેસ કર્યો તેના વિરોધમાં વિહોતર ગ્રુપ મેદાને આવ્યું છે.

રબારી સમાજનું વિહોતર ગ્રુપ 400 થી વધુ ગાડીના કાફલા સાથે સભા કરશે

આગામી એક બે દિવસમાં રબારી સમાજનું વિહોતર ગ્રુપ દ્વારા કાળા તળાવ ગામે 400 થી વધુ ગાડીના કાફલા સાથે સભા કરી લૂંટની કલામ રદ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવશે. વિહોતર ગ્રુપના આગેવાન ગોકુલભાઈ કરમટિયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ વીડિઓ વાયરલ કર્યો છે. સમાજના યુવાનને ખોટી બદનામ કરી ખોટી કલમનો ઉમેરો કરી સમાજના યુવાન પર ખોટી કલમ લગાવામાં આવી રહી હોવાના વિરોધમાં વિહોતર ગ્રુપ મેદાને આવ્યું છે.

  • Follow us on: