રાજ્યમાં તહેવારોને લઈને ભાવનગર મનપાના ફૂડ વિભાગનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર મનપા દ્વારા ફરાળી વાનગી, વેફર, કચોરી સહિતના નમૂના લીધા હતા. એક મહિનામાં ખાદ્યપદાર્થના 31 નમૂના લેવાયા છે. સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. સરકારી શાળા, હોસ્ટેલ, હોટલમાંથી નમૂના લીધા છે. કાળુભા રોડ, મોટા ફળિયા, એમ.જી.રોડમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. ભેળસેળ સાબિત થશે તો નિયમ મુજબ કાર્યવાહી થશે.


ભાવનગર મનપાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ 

ભાવનગર મનપાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મનપાના ફૂડ વિભાગે એક માસમાં ખાદ્યપદાર્થોના 31 નમૂનાઓ લીધા છે. રાંધેલા પદાર્થ, ફરાળી વાનગી, વેફર,રાજગરાની પુરી,કચોરી સહિતના 31 નમૂનાઓ લેવામાં આવ્યા છે. તમામ 31 નમૂનાઓના સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

મનપાના ફૂડ વિભાગ દ્વારા 31 નમૂનાઓ લેવામાં આવ્યા

મનપાના ફૂડ વિભાગે સરકારી શાળા, ડો.બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલ, સમરસ હોસ્ટેલ, તેમજ સીદસર રોડ ઉપર આવેલ હોટલો અને રેસ્ટોરન્ટમાંથી નમૂનાઓ લીધા છે. શ્રાવણ માસ નિમિતે ફરાળી ડ્રાઇવ પણ ગોઠવવામાં આવી છે. ખાદ્ય પદાર્થોના નમૂના લીધેલા નમૂનાઓમાં ભેળસેળ સાબિત થશે તો નિયમ મુજબ કરવામાં કાર્યવાહી આવશે.


  • Follow us on: