ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLની બેદરકારીના કારણે ખેડૂતોને વીજળીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઝાંઝરીયા ફીડરમાં ઘણા સમયથી વીજળીની સમસ્યા ઠેરની ઠેર છે. વારંવાર રજૂઆત કરવા છતાય આ સમસ્યાનું કોઈ નિવારણ આવતું ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આધેવાડા ગામના ખેડૂતો દ્વારા વીજ કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે. રોષે ભરાયેલા ખેડૂતોએ વીજ સમસ્યા દૂર ન થાય તો ચક્કાજામ કરવાની ચીમકી આતરી છે.
PGVCL કચેરી ખાતે ખેડૂતોની ઉગ્ર રજૂઆત













