ભાવનગરમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જિલ્લાના પાલિતાણામાં બે દિવસ પહેલા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જૂથ અથડામણમાં સાત જેટલા લોકો ઘાયલ થયા હતા. મારામારીના મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. બે જૂથ વચ્ચેની અથડામણનો વીડિયો વાયરલ થયો. જેના બાદ શહેરમાં શાંતિ ડહોળવાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી. આ ઘટનામાં સ્થાનિકો સહિત ભાજપ નેતાને પણ ગંભીર ઇજા પહોંચતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી


ઘટનાનો વિડિયો થયો વાયરલ

પાલીતાણામાં બે દિવસ પહેલા બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના જામવાળા ગામમાં બનવા પામી છે. જ્યાં એક જ કોમના બે જૂથ વચ્ચે મેસેજ મોકલવા બાબતે બબાલ થઈ હતી. આરંભમાં જૂથ વચ્ચે ચાલતી ઉગ્ર બોલચાલી બાદ મામલો વધુ બિચકયો અને તેઓ મારામારી પર ઉતરી આવ્યા. આ ઘટનાના બે દિવસ બાદ સોશિયલ મીડિયામાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે ભાજપ નેતા પણ મારામારી કરતા હોવાનું નજરે પડે છે. તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય તુલસી ચૌહાણ સહિત સાત જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી.

મહિલાઓએ મામલો થાળે પાડ્યો

જામવાળી ગામમાં મોબાઇલમાં મેસેજ બાબતે જૂથ અથડામણનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. બે દિવસ પહેલા આ ઘટના બની હતી અને તેમાં ઇજાગ્રસ્ત તમામ લોકોએ સ્થાનિક ડોક્ટર જોડે પાટાપીંડી કરાવી હતી. પરંતુ ભાજપ નેતા ગંભીરપણે ઘાયલ થતા તેમણે હોસ્પિટલમાં સારવાર લીધી. આ ઘટનાના વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે બે જૂથના પુરુષો લાકડી અને ડંડાથી એકબીજાને ફટકારે છે. ત્યારે મહિલાઓએ વચ્ચે દરમિયાનગીરી કરી મારામારીનો મામલો થાળે પાડ્યો.

  • Follow us on: