મહારાષ્ટ્રના પુણે જિલ્લાના માવલ વિસ્તારમાં કુંડમાલા થોડા સમય પહેલા ઈન્દ્રાયાણી નદીના પુલ પર દુઃખદ કરુણાંતિકા સર્જાઇ હતી. નદીના પુલ પર ક્ષમતાથી વધુ લોકો એકઠા થયા હતા અને તેને કારણે પુલ તૂટી પડ્યો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 25 લોકોનાં કરુણ મોત નિપજયા છે.
ઈન્દ્રાયાણી નદીના પુલ દુર્ઘટના
કુંડમાલા તલેગાંવ દાભાડે શહેર નજીક એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે, જ્યાં ઈન્દ્રાયણી નદી પર બનેલો એક જૂનો પુલ તૂટી પડ્યો હતો. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 3,75,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ વિતિય સેવા કથાના શ્રોતા પ્રવીણભાઈ તન્ના દ્વારા પહોંચાડવામાં આવશે.
બે બાળકોનાં ડૂબી જતાં મોત નિપજયા
અન્ય એક દુઃખદ ઘટના ઘોઘા તાલુકાના ભૂંભલી ગામે સર્જાય હતી જેમાં પટેલીયા પરિવારનાં બે બાળકોનાં તળાવમાં ડૂબી જતાં મોત નિપજયા હતા. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયા છે તે બાળકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજારની સહાય કરેલ છે. જે તેમનાં બેક એકાઉન્ટમાં જમા કરાવી આપેલ છે.આ વિતિય સેવા અમેરિકાના આરકાનસાસ રાજ્યમાં ચાલી રહેલી રામકથાના મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે. આ કાર્ય માટે ભૂભલીના સરપંચ વિપુલભાઈનો ઉમદા સહયોગ સાંપડ્યો છે. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.