ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં આવેલ નાની વાવડી રોડ પર આવેલ રોયની વાડી કિન્નરનો ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યાનું સામે આવ્યું છે. ગારીયાધારના નાનીવાડી રોડ એક વાડીના 19 વર્ષીય કિન્નરનો આપઘાત કરેલ મૃતદેહ તેની સાથે રહેલ વ્યકિત અતુલ ચૌહાણ પેહલા ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યો હતો, પરંતુ ડોક્ટર દ્વારા તેણે મૃત જાહેર કર્યા હતો. પરિવારજનોને જાણ કરતા પરિવાર ગારીયાધાર ખાતે આવી પહોંચ્યા હતા. મૃતદેહને પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલમાં પીએમ કરવા લઈ જવામાં આવ્યો હતો.
કિન્નરનો ગળે ફાંસો ખાઇને આપઘાત
આ ઘટનામાં પરિવારજનો દ્વારા શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે અમારો પુત્ર આપઘાત કરે જ નહીં, તેની હત્યા કરવામાં આવી છે. આ ઇન્કવેસ્ટ ફોર્મ પોલીસ લઈને સરકારી દવાખાને લઈ ગયા હતા. સ્થળ પર હાજર ડોક્ટરે પીએમ કરી નાખ્યાનો પરિવારજનો દ્વાર આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યાં સુંધી પેનલ પીએમ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં પરિવારના લોકો દ્વારા કહેવામાં આવ્યું છે.
પરિવારે હત્યા થાયની શંકા વ્યક્ત કરી
ગારીયાધારના નાનીવાડી રોડ એક વાડીના 19 વર્ષીય કિન્નરનો આપઘાત કરેલ મૃતદેહ તેની સાથે રહેલ વ્યકિત અતુલ ચૌહાણ પેહલા ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યો હતો, પરંતુ ડોક્ટર દ્વારા તેણે મૃત જાહેર કર્યા હતો. આ ઘટનામાં પરિવાર દ્વારા યોગ્ય ન્યાયની માગણી કરવામાં આવી છે. જ્યા સુધી ન્યાય ન મળે ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.