કચ્છના ભુજમા રીક્ષાચાલક આધેડના મોત મામલે નવો વળાંક આવ્યો છે. અબ્દુલ્લાની હત્યા કરવામાં આવી હોવાની મૃતકની માતાએ પોલીસમાં અરજી કરી હતી. મૃતકની માતાએ અરજી કરી હતી કે તેના દીકરાને તેની પત્ની, પુત્ર અને પુત્રવધુએ મોતને ઘાટ ઉતાર્યો છે. પાલીસને અરજી મળ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આધેડની લાશને કબરમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે.


પોલીસે તપાસ શરૂ કરી

પોલીસને મળેલી અરજી પ્રમાણે મૃતક રીક્ષાચાલક અબ્દુલ્લાની માતાનો આક્ષેપ છે કે કોઈ કારણોસર અબ્દુલ્લાની પત્નિ, પુત્ર અને પુત્રવધુએ સાથે મળીને આ કરસ્તાન કર્યું છે. જે અંગે વધુ તપાસ કરવા પોલીસ દ્વારા દફનાવેલા અબ્દુલ્લાના મૃતદેહને બહાર કાઢીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવા માટે કબરની બહાર કાઢવામાં આવ્યું હતું.

મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે

પોલીસ દ્વારા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકની માતાની અરજી મળતા પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી હતી. પત્ની,પુત્ર અને પુત્રવધુએ હત્યા કર્યાનો આક્ષેપ કરતી અરજી મૃતકની માતા દ્વારા કરવામાં આવતા પોલીસને રીક્ષાચાલક અબ્દુલ્લાના મૃતદેહને કબરની બહાર કાઢવાની ફરજ પડી હતી. મૃતદેહને બહાર કાઢતી વખતે પોલીસ કર્મીઓ તેમજ મૃતકના સગાસંબંધીઓ ત્યાં હાજર રહ્યા હતા.


  • Follow us on: