રાજ્યમાં વધુ એક વખત તોડબાજ પત્રકારો પકડ્યા છે. ભુજના બે પત્રકારની ખંડણી માગવાના કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ફરિયાદી પાસે હપ્તો વસૂલવા 20,000 રૂપિયાની માગ આ બંને પત્રકારોએ કરી હતી. હપ્તો વસૂલવા અગાઉ આરોપીએ ફરિયાદીના બે પુત્રો પર હુમલો પણ કરાવ્યો હતો.


ટ્રક માલિકને ડરાવી ધમકાવીને 10,000 પડાવી હપ્તો માગ્યો હતો

ખંડણી માગવાના કેસમાં આરોપી વાજીદ ચાકી અને અલીમામદ ચકીની પોલીસે ધરપકડ કરી છે. બંને પત્રકારો સામે વધુ એક માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ભુજના ટાકનાસર ગામે રહેતા જાકબ જુમા જત નામના ટ્રક માલિકને ડરાવી ધમકાવીને 10,000 પડાવી હપ્તો માગ્યો હતો. બંને પત્રકાર સામે બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં પણ તોડબાજ પત્રકારની ધરપકડ

તમને જણાવી દઈએ કે 4 જુલાઈએ સુરતમાં પણ તોડબાજ પત્રકારની ધરપકડ કરવામાં આવી હતી. મુકેશ ઉર્ફે મુન્ના મારવાડીની ધરપકડ કરવામાં આવી છે. જહાંગીરપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી તોડબાજ પત્રકારે હોટલ સંચાલક પાસે રૂપિયા 10 હજારની ખંડણી માગી ધમકી આપી હતી. આ ઉપરાંત રૂપિયા 10,000 પણ પડાવી લીધા હતા. જે મામલે આરોપી વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

  • Follow us on: