ભુજ એરપોર્ટ મુસાફરોએ હોબાળો કર્યો હતો.એરપોર્ટ પર કેટલાક લોકોના બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળો કર્યો હતો. ભુજ એરપોર્ટ પર હોબાળો થતા પ્રવાસીઓની અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. AIR INDIAની ફ્લાઈટમાં ગોટાળો સામે આવ્યો છે. ભુજથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટે કેટલાક મુસાફરોને સીટના અભાવે મુકી દીધા હતા. મુસાફરોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હોવા છતાં મુસાફરોને સીટ ન મળતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે.


એરપોર્ટ પર કેટલાક લોકોના બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળો

AIR INDIAની ફ્લાઈટમાં વૈકલ્પિક વ્યવસ્થા મુસાફરો માટે ન કરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઈટના મુસાફરોએ હોબાળો કરી એર ઈન્ડિયાની ફ્લાઈટ સામે સવાલો ઉભા કર્યા છે. આ ફ્લાઈટ ભુજથી મુંબઈ જતી હતી. મળતી માહિતી મુજબ 15 જેટલા લોકોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

ભુજ એરપોર્ટ મુસાફરોએ હોબાળો કર્યો

ભુજ એરપોર્ટ પરની બેદરકારીમાં લોકોને ભારે રોષ જોવા મળ્યો છે. લોકોનું કેહવું છે કે અમે અગાઉથી બુકિંગ કરાવેલું હોવા છતા અમારો સમય બગાડ્યો છે. સાથે કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. ભુજ એરપોર્ટ મુસાફરોએ હોબાળો કર્યો હતો.એરપોર્ટ પર કેટલાક લોકોના બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળો કર્યો હતો. ભુજ એરપોર્ટ પર હોબાળો થતા પ્રવાસીઓની અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે.


  • Follow us on: