ભુજ તાલુકાના ગ્રામ વિસ્તારમાં પડેલા અતિભારે વરસાદે વિનાશ વેર્યો છે. ડાકડાઈ સીમ વિસ્તારમાં ભારે વરસાદ પડતા ખેતરો ધોવાઈ ગયા છે. પરિણામે ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ કારણે ખેતરોમાં જવાના રસ્તા પણ ધોવાય ગયા છે. જમીનનું ધોવાણ થતા ખેતરોમાં બે થી ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે.


વરસાદે વેર્યો વિનાશ, ખેડૂતો ચિંતિત

ભુજ તાલુકાના ડાકડાઈ સીમ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્રણ દિવસ અગાઉ એક સાથે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા. આ દર્શયો પરથી અંદાજ લગાવી શકાય છે કે પાણીનો પ્રવાહ કેટલો પ્રચંડ હતો. ખેતરોમાં ઉભેલા ખારેક ઝાડ પણ પાણીની સાથે તણાઈ ગયા છે. વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવેલા પાણીનો બંધ તૂટી ગયો છે. જેના કારણે આસપાસ તમામ ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. 

ખેડૂતોનો ઉભો પાક તણાઈ ગયો

આ તૂટેલો પાણીનો બંધ, ધોવાયેલા ખેતરોના રસ્તા, જમીન ધ્વસ્ત થયેલા ખારેકના ઝાડ , ખેતરોમાં થયેલ જમીનનું ધોવાણ આ તમામ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે કે ખેડૂતોને કેટલું નુકશાન થયું છે. આ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે અગાઉ ક્યારે પણઆવી સ્થિતિ નથી જોઈ. ભારે વરસાદના પગલે ખારેક, મગફળી, અને આંબાના ઝાડને નુકશાન થયું છે. વરસાદી પાણીના પ્રવાહમાં ખેડૂતોનો ઉભો પાક તણાઈ ગયો છે. જેના કારણે હાલ ખેડૂતોને મોટું આર્થિક નુક્શાન સહન કરવાનો વારો આવ્યો છે.

ખેડૂતોને મોટું આર્થિક નુકશાન

આ વિસ્તારમાં ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થયું છે તેમ છતાં સરકાર દ્વારા સર્વેની કોઈ કામગીરી કરવામાં આવી નથી. ખેડૂતોએ કલેક્ટર, તલાટી,ગ્રામ સેવકને નુકશાની અંગે રજુઆત કરી છે. પરંતુ તંત્રના કોઈ અધિકારી હજુસુધી અહીંયા ફરકયા નથી. તાત્કાલિક સરકાર સર્વે કરાવે અને ખેડૂતોને વળતર ચૂકવે આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

  • Follow us on: