બોટાદમાં ગઈ કાલે ભારે વરસાદના કારણે લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે લાઠીદડ સાગાવદર ગામમાં એક ઈકો કાર તણાઈ હતી. ઈકો કારમાં આઠ લોકો સવાર હતાં. આ કાર તણાતા 6 લોકો લાપતા થયા છે. જ્યારે બે લોકોનું રેસ્ક્યૂ કરી લેવાયું છે. તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ હતી. લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર ઈકો કારમાં સવાર હતો.


તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂ કરાઈ હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદના લાઠીદડ સાગાવદર ગામમાં ઈકો કાર ગઈ કાલે પાણીમાં તણાઈ હતી. આ કારમાં લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. કાર તણાઈ જતાં તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. આ કારમાં આઠ લોકો સવાર હતાં. જેમાંથી બે લોકોનું રેસ્ક્યૂ કરી દેવાયું છે. જ્યારે આ બનાવને 10 કલાક જેટલો સમય થયો હોવા છતાં હજી 6 લોકો હજી લાપતા છે.

ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં

બીજી તરફ બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. જેના પાણી રોડ પર ફરી વળતાં આઠ ગામોના રસ્તા બંધ થઈ ગયા છે. ઈકો કાર સહિત એક અન્ય કાર પણ તણાઈ હોવાની માહિતી સામે આવી હતી. બોટાદ શહેરમાં દિનદયાળ ચોક વિસ્તારમાં ભાજપ કાર્યાલય નજીક એક કાર નદીના તેજ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી.

  • Follow us on: