બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. સતત ચાર કલાકથી અવિરત પડી રહેલા વરસાદને કારણે બોટાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બોટાદના જ્યોતિગ્રામ સર્કલથી ભાવનગર રોડ તરફ રોડ પર ટાયર ડૂબી જાય જેટલા પાણી ભરાયા છે. ભાવનગર રોડ પર આવેલ રામનીધી સોસાયટીમાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે. જો રાત્રિ દરમિયાન પણ અવિરત વરસાદ શરૂ રહેશે તો ગંભીર સ્થિતિનું નિર્માણ થાય તેવું લાગી રહ્યું છે.
વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની
શહેરનાં તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઇ રહી છે. તંત્રએ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે કામગીરી શરુ કરી છે. નદીના વહેણની જેમ રસ્તા પર પાણી વહેતા થયા છે. બોટાદ શહેરનાં પાળીયાદ રોડ, ગઢડા રોડ, ઢાંકણીયા રોડ, હિફલી, ભાવનગર રોડ, જ્યોતિગ્રામ સર્કલ, નાગલપર દરવાજા સહિત વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ત્યારે જિલ્લાના ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ પલટાના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ છે. ખેતરમાં નવા પાકનીન વાવણી કરવા તેઓ આતુર છે. તાલુકાનાં લાખણકા, અડતાળા, ખોપાળા, સમઢીયાળા, સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે.
રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી
બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ પડતા શેરીઓમાં પાણી ભરાયા છે. રસ્તા પર નદીની જેમ વહી રહ્યા છે. ભાવનગર રોડ પર આવેલ રામનીધી સોસાયટીમાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે.વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી બાદ સિંચાઇ માટે ખેડૂતોને પુરતું પાણી મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.