બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બોટાદ શહેરમાં પવનના સુસવાટા અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરનાં તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઇ રહી છે. તંત્રએ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે કામગીરી શરુ કરી છે. નદીના વહેણની જેમ રસ્તા પર પાણી વહેતા થયા છે.


વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી

બોટાદ શહેરનાં પાળીયાદ રોડ, ગઢડા રોડ, ઢાંકણીયા રોડ, હિફલી, ભાવનગર રોડ, જ્યોતિગ્રામ સર્કલ, નાગલપર દરવાજા સહિત વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ત્યારે જિલ્લાના ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને આ પલટાના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ છે. ખેતરમાં નવા પાકનીન વાવણી કરવા તેઓ આતુર છે. તાલુકાનાં લાખણકા, અડતાળા, ખોપાળા, સમઢીયાળા, સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે.

રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી

બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ પડતા શેરીઓમાં પાણી ભરાયા છે. અને રસ્તા પર નદીની જેમ વહી રહ્યા છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી બાદ સિંચાઇ માટે ખેડૂતોને પુરતુ પાણી મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. 

  • Follow us on: