બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારૂં આયોજન માટે અધિકારીશ્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને કાર્યક્રમને સુપેરે પાર પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.


૧૫ ઓગસ્ટના રોજ મુખ્ય કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા સૂચન કર્યુ

બેઠકમાં કલેક્ટરે ૧૫ ઓગસ્ટના રોજ મુખ્ય કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા સૂચન કર્યુ હતું. તેમજ તેમણે તમામ વિભાગોને રાષ્ટ્ર પર્વની ઉજવણીના અવસરને શાનદાર બનાવવા તાકીદ કરી હતી. ૭૮મા સ્વતંત્રતા પર્વની ઉજવણી સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતે કરવામાં આવશે. કલેક્ટરની કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ભાર્ગવ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા, પ્રાંત અધિકારીઓ આરતી ગોસ્વામી અને એસ.વી. ચૌધરી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

  • Follow us on: