છેવાડાનાં ગામનાં નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે લાભ મળી રહે તેવા હેતુથી બોટાદ જિલ્લાનાં કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની સુચના અન્વયે PMJAY કાર્ડ તેમજ 70થી વધુ વયનાં નાગરિકો માટે મહત્વ પૂર્ણ પહેલના ભાગરૂપે વય વંદન યોજના હેઠળ આયુષ્માન કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઈવ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે.


PMJAY કાર્ડ તેમજ 70થી વધુ વયનાં નાગરિકો માટે મહત્વ પૂર્ણ પહેલ

જે અંતર્ગત PMJAY કાર્ડ તેમજ 70થી વધુ વય વંદન કાર્ડ કાઢવાની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે , જે અન્વયે તા . ૨૬/૦૬/૨૦૨૫ થી બોટાદ જિલ્લાનાં તમામ તાલુકા PHC, સબ સેન્ટર, તથા ગામોમાં કેમ્પેઈન મોડ દ્વારા કેમ્પનું આયોજન કરી, ઘરે-ઘરે ફરીને , નાઇટ કેમ્પ મોડ દ્વારા આરોગ્યના તમામ સ્ટાફ જેવાં કે ,MPHW, FHW, CHO, આશા બહેનો, ફેસીલેટર બહેનો, દ્વારા કામગીરી કરવામાં આવી હતી તથા જિલ્લા કક્ષાએથી તેમજ તાલુકા કક્ષાએથી અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

 ૭૦થી વધુ વય વંદના તેમજ PMJAY કાર્ડ વહેલી તકે કઢાવી લે

બોટાદ જિલ્લામાં અંદાજીત ૪,૧૫,૭૩૮ PMJAY ના કાર્ડ તેમજ વય વંદન કાર્ડ કાઢવામાં આવ્યા હતા તેમજ હજુ પણ ૧૦૦ ટકા PMJAY કાર્ડ કાઢવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે તથા NFSAના ડેટા મુજબ કોઈ લાભાર્થી બાકી ન રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ દરેક ગામોમાં હજુ પણ NFSA યાદી મુજબ જે લાભાર્થીને PMJAY એનરોલમેન્ટ કરાવવાનું બાકી હોઈ તો વહેલી તકે નજીકનાં આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને અથવા આરોગ્યના કર્મચારીનો સંપર્ક કરીને ૭૦થી વધુ વય વંદના તેમજ PMJAY કાર્ડ વહેલી તકે કઢાવી લેવા બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

  • Follow us on: