આગામી તા.૨૦/૧૦/૨૦૨૫ થી તા.૨૩/૧૦/૨૦૨૫ દ૨મ્યાન દિવાળી/નુતન વર્ષના તહેવાર નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજન હનુમાનજી મંદિર તથા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર તથા કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાતના શહેરો/ગ્રામ્ય તથા આજુ-બાજુના રાજ્યના આશરે ૩ થી ૪ લાખ જેટલા શ્રધ્ધાળુઓ સાળંગપુર તથા કુંડળ ગામે બાય રોડ આવતા હોય જેથી વાહનોની ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માત અટકાવવા તેમજ લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે.


બોટાદ જિલ્લામાં આ જગ્યાએથી પ્રવેશ કરી શકાશે

01-અમદાવાદ-ધંધુકા-બરવાળા તરફથી તથા-ભાવનગર-વલ્લભીપુર તરફથી આવતા ભારે વાહનો બોટાદ તરફ જવા માટે કેરીયાઢાળ-લાઠીદડ-જ્યોતીગ્રામ સર્કલ (બોટાદ) તરફ વાહનો પસા૨ ક૨વાના રહેશે.

02-બોટાદથી અમદાવાદ તરફ જતા ભારે વાહનો માટે બોટાદ-રાણપુર મિલેટ્રી રોડ થી રાણપુર-ધંધુકા થઈ પસાર થવાનું રહેશે.

બોટાદ થી બરવાળા તરફ જતા ભારે વાહનો માટે સેથળી, સમઢીયાળા- લાઠીદડ-કેરીયા ઢાળ (SH-117)- થઈ પસાર થવાનું રહેશે.

બોટાદ જિલ્લામાં આ જગ્યાએથી પ્રવેશ નિષેધ

01-અમદાવાદ-ધંધુકા-બરવાળા તરફથી તથા ભાવનગર-વલ્લભીપુર તરફથી સાળંગપુર-બોટાદ તરફ જતાં ભારે વાહનો માટે બરવાળા-સાળંગપુર T પોઇન્ટ થી પ્રવેશ નિષેધ રહેશે.

02-આ જાહેરનામું તા.૨૦/૧૦/૨૦૨૫ ના કલાક ૦૦/૦૦ થી તા.૨૩/૧૦/૨૦૨૫ ના ૬.૨૪/૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે.

03-આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ભા૨તીય ન્યાય સંહિતા ની કલમ - ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

04-જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના પોલીસ અધિકારીને અધિકાર રહેશે.

05-આ જાહેરનામું ઇમરજન્સી સેવાઓના વાહનોને લાગુ પડશે નહીં.

  • Follow us on: