બોટાદ જિલ્લાના હડદર ગામમાં ગત 12 ઓક્ટોબરે ખેડૂત મહા પંચાયત યોજાઈ હતી. જેમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં પોલીસે કરેલા લાઠી ચાર્જ, ટીયર ગેસના સેલ, અને ગામના લોકોને ઘરમાં જઈને માર મારવો અને તેમની પર અત્યાચાર ગુજરાવાના આક્ષેપ સાથે ગામના મુખ્ય આગેવાનો દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપવામાં આવ્યું છે.


પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ

હડદડ ગામના મુખ્ય આગેવાનો દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રને કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સત્ય અને ધર્મના પ્રતિક સમાન શ્રીમદ ભગવદ ગીતા સાથે આપ્યું હતું. આ મહાપંચાયત દરમિયાન થયેલા ઘર્ષણ બાદ પોલીસે ગામના નિર્દોષ લોકોને ઘરમાં ઘૂસીને માર મારી અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ આ મામલે જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

આવેદન પત્રથી સમગ્ર ઘટનામાં મોટો વળાંક આવ્યો

ગામના આગેવાનોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સંદર્ભે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવા મજબૂર થશે. આ આવેદન પત્રથી સમગ્ર ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. જિલ્લા વહિવટી તંત્ર પર જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા દબાણ વધારવામાં આવ્યું છે.


  • Follow us on: