જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર સ્કાય સ્પીનટેક્સ પ્રા.લી. લાઠીદડ દ્વારા ઓપરેટરની જગ્યા માટે 18 થી 35 વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ / ધોરણ-૧૨ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર (ફક્ત બહેનો) માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૦૭/૦૮/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.


જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક ભરવાની રહેશે

પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક anubandham.gujarat.gov.in પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવે છે.

  • Follow us on: