NPK ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બોટાદ ભારતીય કિસાન સંઘ ખાતરના ભાવ વધારા સામે લડી લેવાના મૂડમાં છે. પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદાએ ખાતરના ભાવ વધારા સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ખાતરનો ભાવ વધારો ખેડૂતોને પોષાય તેમ નથી, સરકાર બે ધારી નીતિ અપનાવે છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.


સરકાર બે ધારી નીતિ અપનાવે છેઃ રાયજાદા

NPK ખાતરના ભાવમાં વધારાને લઈ બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘ લડી લેવાના મુડમાં છે. બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઈન્દ્રસિહ રાયજાદાએ ખાતરના ભાવ વધારા સામે રોષ વ્યક્ત કર્યો છે. NPK ખાતરના ભાવમાં એક થેલીએ ૧૩૦ રૂપિયાનો વધારો ઝીંક્યો છે તે ખેડુતોને પોસાય તેમ નથી જેથી ખેડૂતો નારાજ થયા છે. સરકાર બે ધારી નિતી અપનાવે છે, એક બાજુ ખરીફ પાકના ભાવ નક્કી કરેલા છે તેમા ઘટાડો કરતી હોય છે જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.

6 મહિના પહેલા જ ભાવ વધારો કરવામાં આવ્યો હતો

એનપીકેના ભાવ રૂ.1720 હતો તેના બદલે હાલમાં રૂ.1850 વસુલ કરવામાં આવશે. આ ભાવ વધારો કાલથી લાગુ કરવામાં આવશે. આ પહેલા જાન્યુઆરીમાં પણ રૂ.250નો ભાવ વધારો કર્યો હતો. જેનો ભાવ રૂ.1470ના બદલે રૂ.1720 વસુલવામાં આવી રહ્યો હતો. અડધા વર્ષના ટૂંકા સમયમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે. NPKમાં ભાવ વધારાને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.


  • Follow us on: