જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે કે, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા ન્યાયાલય, બોટાદ તથા તાલુકા કક્ષાએ બોટાદ જિલ્લાની તાલુકા કોર્ટોમાં આગામી તારીખ ૧૨/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે.


લોક અદાલતમાં સમાધાનલાયક કેસો મુકી શકાશે

આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, વળતરના કેસો, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ ના ચેક રીટર્નના કેસો, ભરણપોષણના કેસો, કૌટુંબીક તકરારના કેસો, જમીન વળતરના કેસો, મજુર કાયદાને લગતાં કેસો, મહેસુલી તકરારના કેસો, વીજ તથા પાણી બિલ(ચોરી સિવાય)ના કેસો, ભાડાને લગતાં કેસો, બેન્ક વસુલાત, સુખાધિકાર હક્ક, મનાઈ હુકમ, દેવા વસુલાતને લગતાં દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારનાં સમાધાનલાયક કેસો મુકી શકાશે.

પક્ષકારોને પોતાનાં કેસો રજૂ કરી શકશે

વધુમાં જે સબંધકર્તા પક્ષકારો પોતાનાં પેન્ડીંગ કેસો આ લોક અદાલતમાં મુકવા ઈચ્છુક હોય તો તેઓએ સબંધીત કોર્ટ અથવા સબંધિત તાલુકા કાનુની સેવા સમિતીનો તારીખ ૧૨/૦૭/૨૦૨૫ સુધીમાં કે તે પહેલાં સંપર્ક કરવો, કાનુની સેવા સત્તા મંડળ અધિનિયમના નિયમ-૨૧ હેઠળ લોક અદાલતમાં જે કેસોનું સમાધાન અથવા પતાવટ થઈ હોય તેવા કેસોમાં કોર્ટ ફી રીફંડ કરી શકાશે જેની ખાસ નોંધ લઈ સબંધકર્તા તમામ પક્ષકારોને પોતાનાં કેસો આગામી રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવા અને સુખદ નિરાકરણ લાવવા જણાવવામાં આવ્યું છે.

  • Follow us on: