ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એકટ ૨૦૨૧ અંતર્ગત બોટાદ જિલ્લા તળે આરોગ્યને લગતી તપાસ નિદાન અને સારવાર કરતા એલોપેથી, આયુર્વેદિક, હોમીયોપેથી અને લેબોરેટરી કે બ્લડ બેંકથી સારવાર ઉપચાર તપાસ અને નિદાન કરતા તમામ ક્લિનીક સંસ્થા, ટ્રસ્ટ, હોસ્પિટલ, નર્સીંગ હોમ અને પોલીકિલનીક વગેરેઓએ ફરજીયાત કાયદા તળે તા:-૧૨/૦૯/૨૦૨૫ પહેલા કાયમી રજીસ્ટ્રેશન મેળવી લેવા જણાવવામાં આવે છે.
કાયમી રજીસ્ટ્રેશનની જ પ્રક્રિયા કરવામાં આવનાર છે
તા:-૧૨/૦૯/૨૦૨૫ પછી પ્રોવિઝનલ રજીસ્ટ્રેશનની પ્રક્રીયા સદંતર બંધ થઇ જશે. અને માત્ર ને માત્ર કાયમી રજીસ્ટ્રેશનની જ પ્રક્રિયા કરવામાં આવનાર છે. તો જે તબીબશ્રીના જરૂરી સાધનિક કાગળો કઢાવવાના બાકી હોય તેઓ સત્વરે જરૂરી એવા તમામ સાધનિક કાગળો મેળવી લેવા જાહેર અપીલ છે.
ધી ગુજરાત ક્લિનિક એસ્ટાબ્લીસમેન્ટ એકટ
આખરી તાકિદ સાથે ધી ગુજરાત ક્લિનિક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ની કલમ ૬ હેઠળ કોઈ પણ એલોપેથી/ આયુર્વેદિક/ હોમીયોપેથી કે સારવાર ઉપચાર કે નિદાન કરતા / લેબોરેટરી કે બ્લડ બેંક ચલાવતા તેવા તમામે સદર કાયદા હેઠળ રજીસ્ટ્રેશન મેળવવું ફરજીયાત છે અને રજીસ્ટ્રેશન મેળવ્યા વગર તપાસ સારવાર ઉપચાર કે નિદાન કરતા માલુમ પડ્યે થી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા રજીસ્ટેરીંગ ઓથોરીટી (જીસીઇએ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.