બોટાદ જિલ્લા આરોગ્ય શાખામાં ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને કલેક્ટર, ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને જિલ્લા વિકાસ અધિકારી તથા ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સુચના અનુસાર બોટાદ જિલ્લા કાયદાના ભંગ કરતા તબીબ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.


તાલુકા હેલ્થ ઓફીસર બોટાદ અને સબડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટીએ મશીન સીલ કર્યુ

જે અન્વયે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ આશિર્વાદ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે નોંધાયેલ તબીબ સિવાયના અન્ય બિનાધિકૃત સ્ટાફ દ્વારા સોનોગ્રાફી કરવામાં આવતી હોવાની શંકા/ બાતમીના આધારે એક ડીકોય (અનામી સગર્ભા ) તૈયાર કરીને હોસ્પિટલ ખાતે મોકલી આપતા હોસ્પિટલ ખાતેના સ્ટાફ દ્વારા સોનોગ્રાફી કરીને ધી પીસી એન્ડ પીએનડીટી એક્ટ ૧૯૯૪ ની કલમ અને નિયમો ૪(૩), ૩, ૫-૧એ, ૫-૧બી અને ૫-૧સી નિયમ.૯(૪) અને ૧૦(૧—A),ના ભંગ સબબ હોસ્પિટલ ખાતેના સોનોગ્રાફી મશીન GE MEDICAL SYSTEMS (CHINA) Co. Ltd મોડેલનું નામ VERSANA ESSENTIAL VS 17.3 સીરીયલ નંબર 6024182WX0 તા:-૩૦/૦૭/૨૦૨૫ના રોજ ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા સબડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફીસર બોટાદ અને સબડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફીસર રાણપુર દ્વારા સીલ કરવામાં આવ્યું હતુ.

જાતિ પસંદગી (SEX SELECTION) કરતા તબીબો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે

ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લામાં સેક્સ રેશીયો વધારવા અને જાતિ પરિક્ષણ અટકાવવા અને ગેર કાયદેસર રીતે થતા ગર્ભપાત અટકાવવા જાહેર જનતાને કોઇ પણ માધ્યમથી માહિતી આપવા અપીલ કરવામાં આવી છે. ગર્ભ ધારણ પહેલા અને પ્રસૃતિ પહેલા (પ્રતિષેધ જાતિ પસંદગી) અધિનિયમ ૧૯૯૪ (The P.C. & P.N.D.T. Act-1994)તળે રજીસ્ટ્રેશન ધરાવતા કે અનઅધિકૃત (રજીસ્ટ્રેશન ન ધરાવતા) હોય અને જાતિ પસંદગી (SEX SELECTION) કરતા તબીબો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

  • Follow us on: