સાળંગપુર હનુમાનજીના મંદિરની બહાર ફેરિયાઓને બેસવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મનાઈ ફરમાવવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના આ હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફેરિયાઓ પર બે મહિના સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે હાઈકોર્ટે આ હુકમને યોગ્ય ઠેરવ્યો હતો. હવે ઓથોરિટી અરજદારને 10 દિવસમાં નિર્ણય કરી આપશે.
અરજદારની રજૂઆત પર 10 દિવસમાં નિર્ણય આપશે
ગુજરાતમાં સુવિખ્યાત સાળંગપુર હનુમાનજીના મંદિરની બહાર બેસતા ફેરિયાઓ પર બે મહિના સુધી બેસવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. આ હુકમને અરજદાર દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં અરજદારે રજૂઆત કરી હતી કે, દિવાળીના સમયમાં ફેરિયાઓને ગુજરાન ચલાવવું મુશ્કેલ થાય એમ છે. જ્યારે સરકારી વકીલે કહ્યું હતું કે, મંદિરમાં આવતા ભક્તોને લઈને નિર્ણય લીધો છે. કોર્ટે અરજદારને ઓથોરિટી સામે રજૂઆત કરવા સૂચન કર્યુ હતું. ઓથોરિટી અરજદારની રજૂઆત પર 10 દિવસમાં નિર્ણય આપશે.













