પીપળીયા ગામે ભયજનક સ્થિતિમાંથી 22 નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરાયું છે, એનડીઆરએફ અને વહીવટી તંત્રના સંકલિત પ્રયાસોથી મોડી રાત સુધી ચાલેલું રેસ્ક્યુ ઓપરેશન હેમખેમ પાર પડ્યું છે.


સંકલન સાધીને 22 નાગરિકોનું સફળ રેસ્ક્યુ કર્યું

બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની તાત્કાલિક સુચના અને માર્ગદર્શન હેઠળ અને બોટાદ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાતની રાહબરી હેઠળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામે ભારે વરસાદના કારણે સર્જાયેલી ભયજનક પરિસ્થિતિ વચ્ચે એન.ડી.આર.એફ. (NDRF)ની ટીમે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને 22 નાગરિકોનું સફળ રેસ્ક્યુ કર્યું છે.

સીમ વિસ્તારમાં વહેણ વધી જતાં નાગરિકો ફસાઈ ગયા હતા

અવિરત વરસાદના કારણે પીપળીયા ગામના સીમ વિસ્તારમાં વહેણ વધી જતાં નાગરિકો ફસાઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોઈ પ્રાંત અધિકારી બોટાદ, મામલતદાર ગઢડા અને સ્થાનિક વહીવટી તંત્રની હાજરીમાં તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરાઈ હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ તંત્ર, ગ્રામ પંચાયત, તંત્રના અધિકારીઓ અને સ્વયંસેવકો દ્વારા મળતા સહયોગને કારણે રેસ્ક્યુ સફળતાપૂર્વક પુરું કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરાયેલા નાગરિકો માટે તાત્કાલિક આશ્રય સ્થાને લઈ જઈ જમવાનું, પીવાના પાણી, દવાઓ અને જરૂરી દૈનિક જરૂરીયાતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


  • Follow us on: