બોટાદમાં નકલી CBI અધિકારીઓનો પર્દાફાશ થયો છે. શહેરના એક મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. 2 લાખ પડાવ્યા હતા. વૃદ્ધાને બનાવટી વોરંટ મોકલી ઠગબાજે પૈસા ખંખેર્યા છે. વૃદ્ધાને ઠગબાજોએ ગંભીર ગુનામાં સંડોવણીની ધમકી આપી હતી. આ ગુનામાં બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે 2 આરોપીઓને ઝડપ્યા છે. બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે દિનેશ પરમાર, હિતેન્દ્ર ઉર્ફે હિતેશ રાઠોડની ધરપકડ કરી છે.


 નકલી CBI અધિકારીઓનો પર્દાફાશ

બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે નકલી CBI અધિકારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. નકલી CBI ગેંગે બોટાદના એક સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને બે લાખ રૂપિયા પડાવ્યા હતા.વૃદ્ધ મહિલાને ગંભીર ગુનામાં સંડોવણીની ધમકી આપીને બનાવટી વોરંટ મોકલીને વૃદ્ધ મહિલાને ચાર દિવસ ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા.સાઈબર ક્રાઈમનો ભોગ બનનાર મહિલાએ બોટાદ સાઈબર ક્રાઈમ પોલીસમા ફરિયાદ કરી હતી. બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે નકલી CBI અધિકારી ગેંગના બે સાગરિતોની ધરપકડ કરી છે.

મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. 2 લાખ પડાવ્યા

બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે તારાપુરના દિનેશભાઈ રામજીભાઈ પરમાર અને અમદાવાદના જાખડા ના હિતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશ સામતભાઈ રાઠોડ ની ધરપકડ કરી. બંને પકડાયેલા શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમની વિરુદ્ધ અલગ અલગ ગુના નોંધાયેલા છે. વૃદ્ધાને ઠગબાજોએ ગંભીર ગુનામાં સંડોવણીની ધમકી આપી હતી. મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. 2 લાખ પડાવ્યા હતા.


  • Follow us on: