ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બનાસકાંઠા તંત્ર હરકતમાં આવ્યું છે. પાલનપુરથી અંબાજીને જોડતા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ. પાલનપુરના મેરવાડા બ્રિજ પર ભારે વાહનો માટે મુકાયો પ્રતિબંધ. 60 વર્ષ જુના મેરવાડા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે.


મેરવાડા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય ભરમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરેક જિલ્લાઓમાં તંત્ર દ્વારા ચેકિંગ કરી બ્રિજમાં ખામી જણય તો ભારે વાહનો માટે બંધ કરવામાં આવી રહ્યા છે. ત્યારે 60 વર્ષ જુના મેરવાડા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

બ્રિજ જોખમી હોય તેવુ વાહન ચાલકો કહી રહ્યા 

આ બ્રિજ પર રાત દિવસ ભારે વાહનોની અવર જવર જોવા મળતી હોય છે. હાલ આ બ્રિજ જોખમી હોય તેવુ વાહન ચાલકો કહી રહ્યા છે. બ્રિજની બાજુની દિવાલો જર્જરીત છે અને ભારે વાહન પસાર થાય ત્યારે બ્રિજમાં કંપન જોવા મળે છે.


  • Follow us on: