પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને રાજ્યભારમાં બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કોઈ બ્રિજમાં ક્ષતિ ગ્રસ્ત જણાય તો તેમને ભારે વાહનો માટે બંધ કરવામાં આવી રહ્યા છે. સાથે જ અહીંથી પસાર થતા વાહનોને વૈકલ્પિક માર્ગ આપી પસાર કરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં વધુ એક બ્રીજ ક્ષતિ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. લીમખેડાના હડફ બ્રીજને ભારે વાહનો માટે બંધ કરાયો છે.
લીમખેડાનો હડફ બ્રીજને ભારે વાહનો માટે બંધ













