રાજુલાના ચારનાળા નજીક બ્રિજ ઉપર મોટી તિરાડો પડી ગઈ છે. કરોડોના ખર્ચએ તૈયાર થયેલ હાઇવે ઉપર નબળી ગુણવતા સામે આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે લોકાર્પણ થાય તે પહેલા નેશનલ હાઈવે ઉપર એજન્સીની પોલ ખુલી ગઈ છે. આ અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.


ચારનાળા નજીક બ્રિજ ઉપર મોટી તિરાડો પડી

અમરેલીના રાજુલામાં ચારનાળા નજીક બ્રિજ ભ્રષટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. હજુ બ્રિજનું લોકાર્પણ થયું નથી તે પહેલા બ્રિજમાં તિરાડો પડી ગઈ હોવાનું સામે આવ્યું છે. એજન્સી દ્વારા આ બ્રિજમાં મોટો ભ્રષટાચાર કર્યો હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે

ભાવનગર સોમનાથ હાઈવે પર રોજ હજારો વાહનો પસાર થાય છે. હાઈવેના બ્રિજ પર મોટી મોટી તિરાડો પડી હોવાના કરણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. વાહન ચાલકોનું કહેવું છે કે વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે. જો આ રોડનું તાત્કાલીક કામ કરવામાં નહીં આવે તો વડોદરાના ગંભીરા બ્રિજ જેવી બીજી દુર્ઘટના સર્જાયતો નવાયની વાત નહી.


  • Follow us on: