વડોદરાના પાદરામાં જર્જરિત ગંભીરા બ્રિજ બુધવારે ધરાશાયી થયો હતો. આ ઘટનામાં મૃત્યુ આંક 14 થયો છે. આજે શોધખોળ દરમિયાન વધુ બે મૃતદેહો મળી આવ્યા હતાં. ગઈકાલે 13 મૃતદેહો મળ્યા હતાં. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હજુ પણ મહિસાગર નદીમાં શોધખોળ ચાલુ છે. 10 એજન્સીઓ રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરીમાં જોડાઈ છે. બીજી તરફ આજે સાંજ સુધીમાં બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ સોંપાય તેવી શક્યતાઓ છે.
દુર્ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી













