પાદરા બ્રિજ દુર્ઘટનામાં વધુ એકનું મોત થયું છે, બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 14એ પહોંચ્યો છે, વહેલી સવારે શોધખોળ દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો છે, બામણગામના મોહન ચાવડાનું દુર્ઘટનામાં મોત થયું હોવાની વાત સામે આવી છે, નદીમાં પાણી વધતા રેસ્ક્યુ કામગીરી અટકી હતી અને ગઈકાલે મહિસાગર નદીમાં પાણીની આવક વધી હતી.


છેલ્લા 12 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે

પાદરાના મૂજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં છેલ્લા ૧૨ કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે, નદીમાં કીચડ અને સિરામિક ટાઇલ્સ ભરેલા ટ્રકને ખસેડી ત્યાં શોધ ખોળ કરવામાં આવી રહી છે. કલેકટર સહિતના અધિકારીઓ સવારથી સતત ઘટના સ્થળે જ છે અને બચાવ કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. મોડી રાતે ફ્લડ લાઈટ લગાવી આ કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રકને ખેંચવા માટે વાયરો મંગાવવામાં આવ્યા હતા. તેને હિટાચી મશીન સાથે બાંધી ટ્રકને સીધો કરવામાં આવતા ત્રણ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર પટેલિયાને મોકલવામાં આવ્યા હતા

મૃતદેહનું પાદરા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી પરીક્ષણ કરી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સતત હજાર રહી હતભાગીઓના પરિજનોને કોઈ તકલીફના પડે તેની તકેદારી રાખી હતી. આ ઘટનાની ગંભીતાપૂર્વક નોંધ લઈ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર પટેલિયાને મોકલવામાં આવ્યા હતા.

ગંભીરા બ્રિજ અકસ્માતને લઈ સરકારે કરી કમિટીની રચના

બીજી તરફ સરકારે કાર્યવાહી કરતા ગંભીરા બ્રિજ અકસ્માતને લઈ કમિટીની રચના કરી છે. બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે. આ દુર્ઘટના અંગેનો સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે. જો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કમિટી સૂચનો કરશે. આ કમિટીમાં માર્ગ મકાન વિભાગના અધિક સચિવ, મુખ્ય ઈજનેર સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

  • Follow us on: