વડોદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થતા મોટી દુર્ઘટના બનવા પામી. ગંભીરા બ્રિજમાં હજુ કાર્યવાહી ચાલુ છે. જંબુસર તેમજ આમોદની જનતાને ટોલ ટેક્સ માટે મુક્તિ મળે તે માટે જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ઢાઢર નદી ઉપર બ્રિજ બંધ કરતા જનતાને ટોલ ટેક્સનું ભારણ વધશે એક્સપ્રેસ હાઇવે. સમિયાલાથી ફઝલપુર તેમજ વાસદ ટોલ નાકા ઉપર ટોલ ટેકસ ફ્રી કરવા ભલામણ કરવામાં આવી. કારણ કે 28 કિલોમીટરમાં બે ટોલ ટેક્સ હોવાના કારણે સ્થાનિકો પર આર્થિક બોજો પડશે.
જનતાની વહારે ધારાસભ્ય













