વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરાને જોડતા બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોની ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, મંત્રીશ્રીએ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.
ઇજાગ્રસ્તોની સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓ અને સંસાધનો પૂરા પાડવામાં આવશે













