વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ VMC જાગ્યું છે. વડોદરા મનપાએ 43 બ્રિજનો સરવે કર્યો છે. 43 પૈકી 41 બ્રિજ સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ખાનગી કન્સલ્ટન્ટ અને પાલિકા દ્વારા સર્વે કરાયો છે. જેમાં બે બ્રિજ જર્જરીત હોવાનું સામે આવ્યું છે. સયાજીબાગનો ફૂટ બ્રિજ અને જાંબુઆનો જૂનો બ્રિજ જર્જરીત હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. બંને બ્રિજ ને સલામતી ખાતર બંધ કરાયા છે.


વડોદરા મનપાએ 43 બ્રિજનો સરવે કર્યો 

પાદરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 17એ પહોંચ્યો છે. હાલ રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં 10 એજન્સીઓ રાહત અને બચાવની કામાગીરીમાં જોડાઈ છે. બ્રિજ તૂટી પડતા વાહનો નીચે નદીમાં પડ્યા હતા અને વાહનમાં સવાર લોકો પણ મહિસાગર નદીમાં પડ્યા હતા.

 બે બ્રિજ જર્જરીત હોવાનું સામે આવ્યું

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતમાં તંત્ર હરકતમાં આવ્યું છે. ગુજરાતના તમામ બ્રિજોની તપાસ કરવામાં આવી રહી છે. જે બ્રિજ જર્જરીત હોવનું જણાય તેને બંધ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે કોઈ મોટી ગટના બન્યા બાદ તંત્ર હરકતમાં આવે છે. સયાજીબાગનો ફૂટ બ્રિજ અને જાંબુઆનો જૂનો બ્રિજ જર્જરીત હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. બંને બ્રિજ ને સલામતી ખાતર બંધ કરાયા છે.


  • Follow us on: