ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની સ્લેબ વ્યવસ્થામાં મોટું પરિવર્તન કરાવું છે. GST સંબંધિત મામલાઓની સર્વોચ્ચ સંસ્થા GST કાઉન્સિલની ૫૯મી બેઠકમાં હવે દેશમાં GSTના માત્ર બે સ્લેબ રાખવાને જ મંજૂરી અપાઇ છે.ગત રાત્રે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને સ્પષ્ટ કર્યુ હતું કે GSTના હવે બે સ્લેબ જ રહેશે.પાંચ ટકા અને 18 ટકા.એટલે કે સરકારે 12 ટકા અને 28 ટકાના સ્લેબને સમાપ્ત કરી નાખ્યો છે. તેમાં સામેલ તમામ વસ્તુઓ હવે સરકારે મંજૂર કરેલા ટેક્સ સ્લેબમાં આવરી લેવાશે.તેના કારણે ચાહકોને ફાયદો થશે અને ઘણો સામાન સસ્તો થઈ જશે.
વેપારીઓએ ઢોલના તાલે નાચીને મીઠાઈ વહેંચી
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કેટલાક ઈલેકટ્રોનિક ઉપકરણમાં GSTના દરમાં ઘટાડો થયો છે. જેના કારણે વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. અમદાવાદમાં વેપારીઓએ ઢોલના તાલે નાચીને એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠુ કરાવ્યું હતું. સરકારને GSTના સ્લેબમાં ઘટાડા માટે વેપારીઓએ રજૂઆત કરી હતી. વેપારીઓએ કહ્યું હતું કે, હવે અમારા વેપાર ધંધા ખૂલશે. ટીવી, ફ્રીજ અને એસીની ખરીદી કરતા ગ્રાહકોને હવે પાંચથી 10 હજાર રૂપિયાનો ફાયદો થશે.













